JUNAGADH : કેશોદમાં વેક્સિનેશન કાર્યક્રમમાં લાંબી લાઇન, કોરોના નિયમોનો ભંગ

નોંધનીય છેકે બીજી લહેર ઠંડી પડતા જ લોકો ઠેરઠેર ભીડ કરી રહ્યાં છે. ત્યારે આ ભીડ ત્રીજી લહેરમાં મુશ્કેલી લાવી શકે છે. ત્યારે લોકોએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

JUNAGADH : કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે કેશોદમાં યોજાયેલ વેક્સિનેશન કાર્યક્રમમાં લોકોની લાંબી લાઈનો લાગી છે. આરોગ્ય વિભાગે કેશોદની ક્રિષ્ના સ્કુલમાં વેક્સિનના બીજા ડોઝ માટે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે કોવેક્સિનના 500 ડોઝ ફાળવ્યાં છે. જેને પગલે વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. નોંધનીય છેકે બીજી લહેર ઠંડી પડતા જ લોકો ઠેરઠેર ભીડ કરી રહ્યાં છે. ત્યારે આ ભીડ ત્રીજી લહેરમાં મુશ્કેલી લાવી શકે છે. ત્યારે લોકોએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati