Junagadh : શહેર અને ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો

જૂનાગઢના (Junagadh) ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે.જયારે આણંદપુર નજીકનો ઓઝત વીયર ડેમ બાદ વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં સતત ચાર દિવસથી અવિરત પાણીની આવક થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:26 PM

ગુજરાતમાં(Gujarat)  ચોમાસું(Monsoon 2022)  જામી રહ્યું છે. જેમાં જૂનાગઢ(Junagadh)  શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો.બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે.જયારે આણંદપુર નજીકનો ઓઝત વીયર ડેમ બાદ વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં સતત ચાર દિવસથી અવિરત પાણીની આવક થઈ છે. જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતા શહેરની પાણીની સમસ્યા હળવી બની છે.

જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું

આ ઉપરાંત  જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું છે. જેમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">