Junagadh: ગાદોઈ ટોલ પ્લાઝાએ ટોલટેક્સમાં વધારો કરતા કેશોદમાં સજ્જડ બંધ પાળી વેપારીઓએ કર્યો વિરોધ-Video
Junagadh: કેશોદના ગાદોઈ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. સતત ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા વેપારીઓમાં આક્રોષ છે. કેશોદના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ બંધનું એલાન આપતા કેશોદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ટોલ ટેક્સ મુદ્દે અધિકારીઓએ બાંધછોડ ન કરતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. બંધના એલાનને પગલે શહેર સંપૂર્ણ બંધ રહ્યુ હતુ.
Junagadh: કેશોદમાં ટોલટેક્સ વધારાને લઈને કેશોદ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યુ હતુ. ગાદોઈ ટોલ પ્લાઝા પર સતત ટોલ ટેક્સમાં વધારો થતા વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. આંબાવાડી, બસ સ્ટેશન રોડ, માંગરોળ રોડ પર વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. કેશોદમાં બંધના એલાનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વેપારીઓના બંધના એલાનને લઈ તંત્ર અને પદાધિકારીઓ સાથે સમાધાન અંગે બેઠક યોજાઈ હતી. જો કે બેઠકમાં નેશનલ હાઈવે દ્વારા ટોલટેક્સ મુદ્દે અધિકારીઓએ કોઈ બાંધછોડ ન કરતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video
વેપારીઓનો આક્ષેપ છે કે સરકારના પ્રતિનિધિઓ દ્વારા ટોલ ટેક્સમાં રાહતને લઈને 5 વર્ષથી વાયદા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ટોલટેક્સમાં કોઈ રાહત આપવામાં આવતી નથી. જેને લઈને વેપારીઓમાં રોષ છે. તાજેતરમાં ટોલટેક્સ મુદ્દે મળેલી બેઠકમાં પણ અધિકારીઓએ કોઈ રાહત ન આપતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો