જુનાગઢ: ગાદોઈ બોગસ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો, વાહનો બંધ કરવા માગ્યા 6 લાખ- જુઓ વીડિયો
જુનાગઢ વંથલી નજીત ગાદોઈ બોગસ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો છે. ગાદોઈ ગામના શખ્સે વાહનો બંધ કરવા 6 લાખ માગ્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ધરપકડ કરવામાં આવી છે.
જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો છે. થોડા સમય અગાઉ ટોલનાકા નજીક ગાદોઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઈઝર પાસે 6 લાખ રૂપિયાની માગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે જબરદસ્તી રૂપિયાની માગણી કરનાર શખ્સ દીપક જલુની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, પૈસાની માગણી કરતી એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે…જે ટોલનાકાના સુપરવાઈઝર ચંદ્રેશ વિરડાએ ગાદોઈના દીપક જલુ સાથે કરેલી વાતચીતનો ઓડિયો પોલીસને પુરાવા તરીકે આપ્યો હતો.
અગાઉ ચંદ્રેશ વિરડાની કંપનીએ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો. ત્યારે તે દર મહિને 6 લાખ રૂપિયા ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા આપતો હતો. ત્યારે ફરી તેને કોન્ટ્રાક્ટ મળતા બળજબરીથી રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં તેને રૂપિયા આપવાની મનાઈ કરતી આરોપી દિપક જલુએ ફરિયાદીને ધમકી પણ આપી હતી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
