જુનાગઢ: છોડવડી જૂથ સેવા સહકારી મંડળીનું કૌભાંડ આવ્યુ સામે, મંત્રીએ મેનેજર સાથે મળી 6.21 કરોડથી વધુ રકમની કરી ઉચાપત- જુઓ વીડિયો
જૂનાગઢ: જૂનાગઢના ભેંસાણ તાલુકાની વધુ એક સેવા સહકારી મંડળીનું કરોડોનું કૌભાંડ સામે આવ્યુ છે. વાંદરવડ સહકારી મંડળી બાદ હવે છોડવડી સહકારી મંડળીના મંત્રીએ જે તે સમયના મેનેજર સાથે મળી 6.21 કરોડની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. આ ગેરરીતિમાં જિલ્લા સહકારી બેંકના મેનેજર રમેશ રામાણીનુ નામ પણ સામેલ છે.
જૂનાગઢ: જિલ્લા સહકારી બેંકની શાખાઓ સાથે જોડાયેલી મંડળીઓમાં થયેલા કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે. ત્યારે ભેસાણ તાલુકાના છોડવડી જૂથ સેવા સહકારી મંડળીમાં પણ આવું જ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મંડળીના મંત્રી નરેશ સમજુ ગોંડલીયા અને પ્રમુખ વિઠ્ઠલ ડાયા પાઘડાળે જે તે સમયના ભેસાણ જિલ્લા સહકારી બેંકના મેનેજર રમેશ ડાયા રામાણીનું નામ સામે આવ્યું છે.
આ ત્રણેય મળીને 53 ખેડુતોને મળવા પાત્ર ધિરાણથી વધુ 5.96 કરોડનું ધિરાણ મેળવી તેમજ 12 ખેડુતોના શાખપત્રક મંજૂર ન થયેલા હોવા છતાં 23.87 લાખનું ગેરકાયદેસર ધિરાણ ઉપાડી લીધુ હતું. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે મંડળના પ્રમુખ અને મંત્રીની ધરપકડ કરી છે.
પ્રમુખ અને મંત્રીએ 30-6-2023ના સરવૈયામાં 4.49 કરોડ તારીખ 15-7-2023ના 3.59 કરોડ અને 16- 9-2023ના સરવૈયામાં હાથ પરની સિલક 1.10 લાખ બતાવી ખોટા હિસાબો બેંક સમક્ષ રજુ કર્યા હતા. આમ છોડવડી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ વિઠ્ઠલ ડાયા પાઘડાળ અને મંત્રી નરેશ સમજુ ગોંડલીયાએ ભેસાણ સહકારી બેંકના જે તે સમયના મેનેજર સાથે મળી કુલ 6.21 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી.
આ પણ વાંચો: Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video
ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરરીતિમાં ભેસાણ શાખાના જિલ્લા સહકારી બેંકના મેનેજર રમેશ રામાણીનું નામ સામેલ છે. વાંદરવડ સહકારી બેંકમાં ઉચાપત કરવાના ગુનામાં પહેલાથી જ જેલની હવા ખાઈ રહ્યા છે. તેવામાં બીજી શાખામાં પણ ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે.
Input Credit- Vijasinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
