Junagadh: માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, રમતા રમતા કુવામાં પડી જતા 7 વર્ષના બાળકનું મોત- Video
Junagadh: જુનાગઢના અજાબ ગામે રમતા રમતા કૂવામાં પડી જતા 7 વર્ષના બાળકનું મોત થયુ છે. શ્રમિક પરિવારના બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયુ છે. ઘણીવાર સુધી બાળક આસપાસમાં ક્યાંય નજરે ન પડતા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમા કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વ્હાલસોયાને ગુમાવનારા પરિવારમાં માતમ છવાયો છે. બાળકને ગુમાવનાર માતાના પણ રોઈ રોઈને બુરા હાલ છે.
Junagadh: જુનાગઢના અજાબ ગામમાંથી માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કે જ્યાં રમતા રમતા કુવામાં પડી જતા એક સાત વર્ષના બાળકનું મોત થયું છે. અજાબ ગામમાં એક બાળકને એકલો મુકીને માતા-પિતા વાડીમાં કામ કરી રહ્યાં હતા. દરમિયાન રમત રમતમાં બાળક કુવામાં પડી ગયું હતું. જો કે માતા-પિતા બાળક કુવામાં પડી ગયું હોવાની વાતથી અજાણ હતા. જેથી તેમના ગુમ બાળકની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Junagadh: મુખ્યમંત્રીના આગમન સમયે રોડ પર મરાયેલા થીગડાં ચાર જ દિવસમાં પોપડા સ્વરૂપે આવ્યા બહાર- જુઓ Video
શોધખોળને અંતે કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોતના વ્હાલસોયા દીકરાના અણધાર્યા મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તહેવાર સમયે જ પરિવારમાં માતમ છવાયો છે. વ્હાલસોયાને ગુમાવનાર પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર પરિવારમાં જ નહીં અજાબ ગામમાં પણ બાળકના મોતથી શોકનું મોજુ ફેલાયુ છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો