Junagadh: બ્રેઈન ડેડ વૃદ્ધના પરિવારે કર્યું અંગદાન, મૃતકના અંગોથી અન્ય દર્દીઓને મળ્યું નવજીવન

જૂનાગઢમાં 66 વર્ષીય વૃદ્ધનું બ્રેઈન ડેડ થતા તેના પરિવાર દ્વારા કીડની અને લીવરનું દાન કરી સમાજને એક ઉત્તમ ઊદાહરણ આપ્યું છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષીય મગનભાઈ ગજેરા પોતાના ઘરે પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 5:16 PM

Junagadh: જૂનાગઢમાં 66 વર્ષીય વૃદ્ધનું બ્રેઈન ડેડ (Brain Dead) થતા તેના પરિવાર દ્વારા કીડની અને લીવરનું દાન (Organ donation) કરી સમાજને એક ઉત્તમ ઊદાહરણ આપ્યું છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષીય મગનભાઈ ગજેરા પોતાના ઘરે પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું. મેડિકલ ટ્રિટમેન્ટ દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જણાઈ આવતા તેમને મૃત જાહેર કરાયા હતા. આ પરિસ્થિતિમાં મૃતકના પરિવારજનોએ તેમના અંગદાન કરવાનો નિર્ણય લીધો. મૃતકનાના પુત્રની સહમતિ બાદ તેમના કિડની, લીવરનું દાન કરવામાં આવ્યું હતું. તપાસ કરતા કિડની અને લીવરની અમદાવાદ હોસ્પિટલમાં જરૂરિયાત હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી ડોક્ટરનો સંપર્ક કરી મૃતકના અંગોને ગ્રીન કોરિડોર મારફત કેશોદ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલાયા હતા. મૃત્યુ બાદ અન્ય લોકોને નવજીવન મળે તે માટે અંગદાન કરવાની પ્રેરણા સમાજને ગજેરા પરિવારે પુરી પાડી છે.

જંગલમાં રહેતા માલધારીઓના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની હૈયાધારણા

ગીર જંગલમાં રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરશે. સાસણની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. માલધારીઓનું કહેવું છે કે તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે. જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે, માલધારીની વિવિધ સમસ્યાને લઇ સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે માલધારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">