Junagadh : વોર્ડ નં-4ના ભાજપ કોર્પોરેટર શ્રાવણિયો જુગાર રમતા ઝડપાયો

જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર જુગારના ગુનામાં ઝડપાયા છે. કોર્પોરેટર ધર્મેશભાઈ ઉર્ફે લાલો ધીરૂભાઈ પોશીયા સહિત 8 વ્યક્તિઓ જુગારના ગુનામાં ઝડપાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 12:40 PM

Junagadh : હાલ શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો શ્રાવણિયો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર જુગારના ગુનામાં ઝડપાયા છે. કોર્પોરેટર ધર્મેશભાઈ ઉર્ફે લાલો ધીરૂભાઈ પોશીયા સહિત 8 વ્યક્તિઓ જુગારના ગુનામાં ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ત્યારે કોર્પોરેટરના ભોગવટાના ખેતરમાં આવેલા મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે રોકડા રૂપિયા, મોબાઇલ, વાહનો સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ પોલીસ દ્વારા શ્રાવણ માસ નિમિતે જુગાર ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શબીરખાન બેલીમને જુગારધામ અંગે ખાનગી બાતમી મળી હતી. પોલીસે આ બાતમીના આધારે જોષીપરા ખલીલપૂર રોડ ઉપર મધુવન ફાર્મની પાછળના ભાગે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 8 વ્યક્તિ જુગારના ગુનામાં ઝડપાયા છે. જેમાં એક ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે. પોલીસે હાલ જુગારની કલમ 4,5 મુજબ ગુનો દાખલ કર્યો છે.

નોંધનીય છેકે શ્રાવણ મહિનામાં લોકો ઘરમાં પુરાઇને શ્રાવણિયો જુગાર રમતા હોય છે. અને, સૌરાષ્ટ્રમાં તો જુગાર રમવાનો ભારે ક્રેઝ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં છાશવારે શ્રાવણિયો જુગાર રમતા લોકો પકડાઇ રહ્યાં છે. ત્યારે આ અંગે પોલીસે હજુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

 

આ પણ વાંચો : Gujarat : ગણેશોત્સવની ઉજવણીને લઈ હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ

આ પણ વાંચો : Rajkot : વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">