JUNAGAHD : બાદલપરામાં આવેલો ઓઝત-2 ડેમ 97 ટકા ભરાતા ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા

8 દિવસ પહેલા ઓઝત-2 ડેમ ઓવરફલો થયો હતો. ભારે વરસાદને કારણે ઓઝત-2 ડેમ ઓવરફલો થતા ડેમના 25 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 11:11 PM

ઓઝત-2 ડેમ 97 ટકા ભરાતા ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે

JUNAGAHD : જૂનાગઢના બાદલપરામાં આવેલો ઓઝત-2 ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમ 97 ટકા ભરાયો છે. ઓઝત-2 ડેમ 97 ટકા ભરાતા ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં 3600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.. ડેમમાં જેટલી પાણીની આવક થઈ રહી છે.. સામે એટલી જ જાવક કરવામાં આવી રહી છે. આ પહેલા 8 દિવસ પહેલા ઓઝત-2 ડેમ ઓવરફલો થયો હતો. ભારે વરસાદને કારણે ઓઝત-2 ડેમ ઓવરફલો થતા ડેમના 25 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતા.

જુનાગઢ જિલ્લામાં વિસાવદરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતા. જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ગિરનાર પર્વત પર વધારે વરસાદથી સોનરખ નદીમાં નવા નીર આવ્યા.સોનરખ નદીમાં નીર આવતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો.દામોદર કુંડના અદભુત દ્રશ્યો સામે આવ્યા હતા.

આજે 21 સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. આજે રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો, તો પાવી-જેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટના ધોરાજીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">