જામનગર વીડિયો : બાઇક પર જઇ રહેલા વ્યક્તિ પાછળ પડ્યું શ્વાન, યુવક નીચે પટકાતા ગુમાવ્યો જીવ
જામનગરના પોશ વિસ્તારમાં શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ.રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાનનું અકસ્માતના પગલે મોત થયુ. વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાના બાઇક પાછળ પડેલા કૂતરાંને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ જતા યુવકને માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયુ છે.
રાજયના મહાનગરમાં રખડતા પશુનો પ્રશ્ન કોઈ નવો નથી.રખડતા ઢોર બાદ હવે લોકો શ્વાનથી ત્રાહિમામ થયા છે.જામનગર શહેરમાં 9 માસમાં 6896 લોકોને શ્વાન કરડવાના બનાવ બન્યા છે.તો શ્વાનના કરડવાથી બચવા જતા અકસ્માતે યુવાનનું મોત થયુ છે.
શહેરના પોશ વિસ્તારમાં શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ.રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાનનું અકસ્માતના પગલે મોત થયુ.
વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાના બાઇક પાછળ પડેલા કૂતરાંને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ જતા યુવકને માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયુ છે. વાલકેશ્વરી નગરી રોડ પરથી બાઈકની પાછળ શ્વાન દોડ્યા હતા. જેનાથી બચવા માટે બાઈકની સ્પીડ વધારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
દૈનિક 25થી વધુ શ્વાન કરડવાના કેસ
જામનગર શહેરમાં દૈનિક 25 થી 30 લોકોને શ્વાન કરડવાના બનાવ નોંધાયા છે.સરકારી જીજી હોસ્પીટલમાં દૈનિક 25થી વધુ કેસ શ્વાન કરડવાના કેસ નોંધાય છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના આંકડા પર નજર કરી તો જાન્યુઆરીમાં 837,ફેબ્રુઆરી 834,માર્ચમાં 817,એપ્રિલ 761 ,મે 792 ,જુન 689 ,જુલાઈ 706 ,ઓગસ્ટ 599,સપ્ટેમ્બર 861 કેસ નોંધાયા છે. જ્યારે 6896 શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. જે માત્ર એક સરકારી હોસ્પીટલમાં નોંધાયેલ છે.
જામનગર શહેરમાં રખડતા ઢોર અને શ્વાનથી લોકો પરેશાન થાય છે. તો તંત્ર પણ કામગીરી કરતી હોવાનો દાવો કરે છે. આ સમસ્યાથી અનેક લોકોને નાની-મોટી ઈજાઓ કે મૃત્યુના બનાવો સામે આવ્યા છે.લોકોના જીવ બચાવવા અને આ સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા આયોજન સાથે એકશન કરે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ કરે તેવી માગ ઉઠી છે.
