Jamnagar : જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ST વિભાગ વધારાની બસ દોડાવશે, 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મૂકાયા, જુઓ Video

Jamnagar : જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ST વિભાગ વધારાની બસ દોડાવશે, 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મૂકાયા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 12, 2025 | 2:50 PM

જામનગરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એસટી વિભાગ વધારાની બસ દોડાવશે. દ્વારકા માટે એસટી વિભાગ દ્વારા વધારાની 16 બસ મુકવામાં આવી છે. 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની બસ સેવા શરૂ થશે.

જામનગરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એસટી વિભાગ વધારાની બસ દોડાવશે. દ્વારકા માટે એસટી વિભાગ દ્વારા વધારાની 16 બસ મુકવામાં આવી છે. 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની બસ સેવા શરૂ થશે. તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા અને પ્રવાસ સુગમ બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યો છે. બસના સંચાલન માટે 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મુકાયા છે.

દ્વારકા માટે વધારાની 16 બસ ફાળવાઈ

ઉલ્લેખનીય છે કે એસટી વિભાગે દ્વારકા, બેટ-દ્વારકા, જુનાગઢ, જામનગર, હર્ષદ સહિતના સ્થળો માટે બસોની ફાળવણી કરી છે. તો આ તમામ બસોના સંચાલન માટે પૂરતો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. જેમાં 25 ડ્રાઈવર, 25 કંડક્ટર, 4 સુપરવાઈઝર અને 5 મેકેનિક મળી કુલ 59 જેટલા કર્મચારીઓને ફરજ મૂકવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો