jamnagar : જોડિયા પંથકમાં જળબંબાકારના દ્રશ્યો, જુઓ આ વીડિયો

જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:39 PM

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના જોડિયા પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. 3 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

જામનગર જિલ્લામાં સપ્તાહ પૂર્વે થયેલી અતિવૃષ્ટિ બાદ ફરી ભારે વરસાદનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે જોડિયા પંથકમાં સાડાસાત ઇંચ વરસાદ વરસી જતાં ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં હાલ ભારે વરસાદનો માહોલ અવિરત છે.

જામનગર જિલ્લા પર ફરી મેઘરાજાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત રાતથી જિલ્લાભરમાં વરસાદી વાદળોનું સામ્રાજ્ય છવાયું હતું, જેને લઈને ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઇ હતી. રાતનો વરસાદી માહોલ, વહેલી સવારે જોડિયા પંથકમાં ભારે વરસાદ રૂપે વરસી પડ્યો હતો, જેમાં સવારે 6થી 8 વાગ્યાના 2 કલાકના ગાળામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વધુ અઢી ઇંદ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.

જોડિયા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોડિયા પંથકમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. જોડિયાથી શરૂ થયેલો મેઘાવી માહોલ જિલ્લાભરમાં છવાઈ ગયો છે, જેને લઈને આજે દિવસ દરમિયાન જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">