JAMNAGAR : સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાનો કેસ, અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ

હાઇકોર્ટે નોંધ્યું કે વળતરના નાણાં ચુકવવામાં વિલંબ થતાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. 2018 માં સંબંધિત કોર્ટે વળતરનો આદેશ કર્યો હોવા છતાંય રકમ ચૂકવવામાં વિલંબ કેમ ? તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 6:39 AM

JAMNAGAR : શહેરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાના કેસમાં હાઇકોર્ટ લાલ આંખ કરી છે. હાઇકોર્ટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓનો ઉધડો લેતા સવાલ કર્યો કે વળતર ચૂકવવામાં કેમ આટલો વિલંબ થઇ રહ્યો છે. સાથે જ હાઇકોર્ટે વળતર સ્વરૂપે આપવાની થતી રકમના વ્યાજને લઇને પણ નારાજગી વ્યક્ત કરી. ત્યારે આગામી સુનાવણીમાં રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તથા એડિશનલ ચીફ સેક્રેટરીને હાજર રહેવા ફરમાન કર્યું છે.

2002 ની સાલમાં જામનગરમાં સ્ટેટ હાઇવે માટે લેન્ડ એકવિઝિશન એકટ હેઠળ જમીન સંપાદન કરવામાં આવી હતી જેમાં કલેક્ટર દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું અને એ વળતરની રકમ ઓછી જણાતા અરજદારે સંબંધિત કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સંબંધિત કોર્ટે 2018 માં ચુકાદો આપ્યો અને સરકારને વળતર 15 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો.

હાઇકોર્ટે નોંધ્યું કે વળતરના નાણાં ચુકવવામાં વિલંબ થતાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. 2018 માં સંબંધિત કોર્ટે વળતરનો આદેશ કર્યો હોવા છતાંય રકમ ચૂકવવામાં વિલંબ કેમ ? તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો છે. આ મામલે 25 ઓગસ્ટના રોજ 11 વાગ્યે અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ થયો છે.

પરંતુ વળતર ન ચુકવવામાં આવતા અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી અને હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની ખંડપીઠે આદેશ કર્યો કે અધિકારીઓ કોર્ટમાં હાજર રહે અને ખુલાસો આપે કે વળતરની રકમ ચુકવવામાં આટલો વિલંબ શા માટે થયો. આજરોજ થયેલી સુનાવણીમાં સરકાર તરફથી હજી સમયની માંગણી કરતા કોર્ટે 25 મી ઓગસ્ટના રોજ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કે એડિશનલ ચીફ સેક્રેટરીને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">