Jamnagar: શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર શહેરમાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈ શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 9:40 PM

Jamnagar: જામનગર શહેરમાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈ શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.  અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત માટે ‘ભારે’

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદ થશે.જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે.મહત્વનુ છે કે સાયક્લોનિક સર્કયુલેશનને પગલે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે.જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે (03 જુલાઈ) અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">