જામનગરનો ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા, છ ગામોને એલર્ટ કરાયા

જામનગરના ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે.

જામનગર(Jamnagar) જિલ્લાના જોડિયા-ધ્રોલ પંથકના લોકોને તંત્ર દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવી છે. જેમાં ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ(Und-2 Dam) ઓવરફ્લો થયો છે. તેમજ ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના પગલે જોડિયા, માજોઠ, આણદા, બાદનપર, ભાદરા, કુનન્ડના ગ્રામજનોને સચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. આ ઉપરાંત લોકોને નદીના પટ્ટમાં પણ અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

જ્યારે જામનગર જોડીયા પંથકમા મૂશળધાર વરસાદ સવારથી અત્યાર સુધીમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત પડેલા વરસાદના કારણે નીચાણવારા વિરતારોમા પાણી ભરાયા છે. જેના લીધે રસ્તાઓમા પાણી ફરી વળ્યા છે. તેમજ રહેણાક વિસ્તારોમાં મકાનોમા પાણી ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ પડ્યો છે. જેમાં 31 જિલ્લાના 183 તાલુકામાં પડ્યો વરસાદ
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં સાડા છ ઈંચ વરસાદ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ, ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી  છે.

આ પણ વાંચો : Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો : Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

Click on your DTH Provider to Add TV9 Gujarati