Jamnagar : કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે તંત્ર સજ્જ, જરૂરી તમામ સુવિધા ઉભી કરાઇ

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં 1608 બેડ તૈયાર કરાયા છે. જ્યારે બાળકોની 200 બેડની હોસ્પિટલ રિનોવેશન કરીને ખાસ સુવિધા સાથે સજ્જ છે.

જામનગર(Jamnagar) તંત્ર પણ કોરોના(Corona) ની ત્રીજી લહેરની આશંકાને પગલે હરકતમાં આવ્યું છે.જામનગરમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં 1608 બેડ તૈયાર કરાયા છે. જ્યારે બાળકોની 200 બેડની હોસ્પિટલ રિનોવેશન કરીને ખાસ સુવિધા સાથે સજ્જ છે. ખાનગી કંપનીની મદદથી 400 બેડની એક હોસ્પિટલ તૈયાર કરાઈ છે.તેમજ 37 હજાર લીટર ઓક્સિજનની સાથે જ ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત પૂરતો નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવાયો છે. જ્યારે વેન્ટિલેટર અને દવાનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti : જાણો ભારતના સૌથી પ્રસિદ્ધ 10 હનુમાન મંદિરનો મહિમા

આ પણ વાંચો : Lifestyle: કોઈ પણ મહિલાએ તેમના પર્સમાં આ 12 વસ્તુઓ ખાસ રાખવી જોઈએ, જુઓ લિસ્ટ   

Click on your DTH Provider to Add TV9 Gujarati