જામનગર : તાજીયા જુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો, બે વ્યક્તિના મોત

Jamnagar : શહેરમાં તાજીયા ઝુલૂસ દરમિયાન 15 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

જામનગર : તાજીયા જુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો, બે વ્યક્તિના મોત
Tajia juloos Jamnagar
Mamta Gadhvi

|

Aug 09, 2022 | 9:05 AM

જામનગર શહેરમાં (jamnagar) મહોરમના તહેવાર (Muharram)હોવાથી તાજીયા જુલૂસ (tajiya juloos) કાઢવામાં આવ્યુ હતુ.જેમાં 15 લોકોને વીજ કરંટ લાગ્યો હોવાના સમચાર મળી રહ્યા છે.બે શખ્શોના ઘટના સ્થળે જ મોત થયા છે.જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, શહેરની (Jamnagar city) ધરાનગર -2 ટેકરી વિસ્તારની આ ઘટના છે.

પાંચ બાળકોને લાગ્યો હતો કરંટ, એકનું મોત

આ પહેલા થોડા સમય અગાઉ જામનગર જિલ્લામાં (Jamnagar District)  વાડીમાં ભૂંડ ઘૂસી ઉભા પાકને નુકસાન ન કરે તે માટે વાડીના ફરતે વીજ તાર લગાવવામા આવ્યો હતો. આ દરમિયાન તારમાં વીજપ્રવાહ ચાલુ હતો ત્યારે વાડીમાં મજૂરી કામ કરતાં મજૂર પરિવારના પાંચ બાળકો રમતા- રમતા આ તારને અડી જતા કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર બાળકોને ગંભીર ઈજા પહોંચતી હતી, તમામને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati