Jamnagar: પાટીદાર અનામત આંદોલન વખતના બે જુદા-જુદા કેસમાં 24 આરોપીઓ નિર્દોષ જાહેર

જામનગરમાં રણજિત સાગર રોડ પર જે તોફાનો થયા હતા અને ધ્રોલ નજીક હડિયાણા ગામ પાસે 10 શખ્સોએ એસટી બસ સળગાવી દીધી હતી તેના કારણે બે અલગ અલગ કેસમાં આ તમામ સામે ગુનો નોંધાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 12:12 PM

પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) દરમિયાન જામનગર (Jamnagar) માં થયેલા જુદા-જુદા કેસ (cases) માં 24 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 14 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. જામનગરમાં રણજિત સાગર રોડ પર જે તોફાનો થયા હતા અને ધ્રોલ નજીક હડિયાણા ગામ પાસે 10 શખ્સોએ એસટી બસ સળગાવી દીધી હતી તેના કારણે બે અલગ અલગ કેસમાં આ તમામ સામે ગુનો નોંધાયો હતો. બંને કેસના 24 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. પાટીદાર અનામત આંદોલન સમયે રાજયની સાથે જામનગરમાં પણ પાટીદારોએ ઠેર-ઠેર ઉગ્ર આંદોલન કર્યું હતું.જેમાં સાધાના કોલોની વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા પર પથ્થર વડે હુમલો કરાયો હતો તો અન્ય સ્થળોએ પથ્થરમારો અને ટાયરો બાળવામાં આવ્યા હતાં.જે અંગે પોલીસ દ્વારા ફોજદારી ફરિયાદો નોંધાવામાં આવી હતી.

રાજય સરકારે અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામેના કેસ પરત ખેંચી લેવાની કરેલી ઘોષણાને પગલે અગાઉ પણ જામનગર કલેકટરે એસપીને શહેરમાં પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચી લેવા આદેશ કર્યો હતો. જે અનુસાર નગરસેવક અતુલ ભંડેરી, કરશનભાઇ રામાણી, રાજુભાઇ રાબડિયા સહિતના આગેવાનો સામે થયેલા કેસ સહિત પાંચ કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

આ આગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી કુલ 7 કેસ પરત ખેંચાયા છે. તો મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. જેમાં નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચના 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડા પોલીસ મથકના 1-1 કેસ પરત ખેંચાયો છે. સાથે જ કૃષ્ણનગર પોલીસ મથકના પણ 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">