જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણમય બની દ્વારિકાનગરી, રોશનીથી ઝળહળતા મંદિરના કરો દિવ્ય દર્શન

જન્માષ્ટમી( Janmashtami) તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિરની સુંદરતામાં અને ભવ્યતામાં વધારો થયેલો જોવા મળે છે. 

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 17, 2022 | 9:43 PM

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમીની  (Krishna Janmashtmi) ઉજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે જેમાં માનવ મહેરામણ ઉમટી પડે તીવ્ર તમામ શકયતા છે . જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિરની સુંદરતામાં અને ભવ્યતામાં વધારો થયેલો જોવા મળે છે. તહેવારને ધ્યાનમાં રાખતા આખા મંદિરને સુંદર રીતે સુશોભિત  કરવામાં આવ્યું છે.

હાલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે કલેક્ટરે આદેશ આપ્યા હતા કે સહેલાણીઓ દરિયાથી દૂર રહે તેમજ બીચ ઉપર અંદર સુધી ન જાય. હાલમાં દરિયામાં કરંટ હોવાને લીધે જોખમ ઉભું થઈ શકે છે. સાથે જ લોકો લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

દ્વારકા અને ખંભાળિયા શહેરમાં જોવા મળી અનેરી રોનક

બે વર્ષ બાદ સામાન્ય માહોલમાં જન્માષ્ટમી ઉજવાઈ રહી હોવાથી દ્વારકા મંદિર તેમજ શહેરમાં અનેરી રોનક જોવા મળી હતી. વેપારીઓમાં પણ સ્થાનિક ખરીદી વધે તેવો આશાવાદ જોવા મળ્યો હતો. જનમાષ્ટમી પર્વના કારણે જગત મંદિર તેમજ ખંભાળિયા અને આસપાસના વિસ્તારમાં હાલમાં મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  દ્વારકા અને આસપાસના લોકો  તેમજ દૂર દૂરથી આવતા સહેલાણીઓ  દ્વારાક મંદિરના રોશનીવાળા પરિસરમાં  ફોટા પાડવાની મજા પણ લઈ રહ્યા છે.  જન્માષ્ટમીને હજી એક દિવસની વાર છે પરંતુ  અત્યારથી જ દ્વારકામાં  ભક્તજનોનો ધસારો જોવા મળી રહ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati