ગુજરાતના IASને ત્યાં CBI દરોડાનો મુદ્દો, કે.રાજેશના વિશ્વાસુ રફિક મેમણની સુરતથી કરાઈ ધરપકડ

ગુજરાત કેડરના વધુ એક IAS પર CBIએ ગાળ્યો કસ્યો છે. સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 5:20 PM

ગુજરાત કેડરના વધુ એક IAS પર CBIએ ગાળ્યો કસ્યો છે. સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં (Surendranagar) કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે. IAS અધિકારી પર લાંચનો આરોપ લાગતા CBIએ કે.રાજેશને ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતોનુસાર CBIની ટીમોએ ગાંધીનગર, સુરત, અને સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. સાથે જ તેઓના વતન ખાતે પણ CBIની એક ટીમે તપાસ શરૂ કરી છે. તો કે.રાજેશના વિશ્વાસુ ગણાતા રફિક મેમણની પણ CBIએ સુરતથી ધરપકડ કરીને ગાંધીનગર લવાયો છે. CBIની ટીમોએ રફિકની સૈયદપુરા સ્થિત દુકાને તપાસ હાથ ધરી હતી. સાથે જ તેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી.

CBIએ રફિકને સાથે રાખીને ત્રણ કલાક સુધી દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રફિક મેમણ કે.રાજેશનો અત્યંત વિશ્વાસુ હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે રફિક કે.રાજેશ માટે કામ કરતો હતો. મહત્વપૂર્ણ છે કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના વતની છે. અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. જે અગાઉ સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. સાથે જ ઉમદા કામગીરી બદલ 2017માં શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બંદુક લાઇસન્સની મંજૂરી માટે પણ લાંચ લીધી હોવાનો અરજદારો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપોને પગલે IAS કે.રાજેશ સામે CBIએ કાર્યવાહીનો ગાળીયો કસ્યો છે.

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">