રાજકોટ વીડિયો : ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડનો થયો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચે 3 સ્થળે પાડ્યા દરોડા, 11.65 લાખ કર્યા જપ્ત
જકોટમાં કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. ક્રાંઈમ બ્રાંચની તપાસમાં 5 કરોડના વ્યવહારનો ખુલાસો થયો છે. 3 સ્થળો પર ક્રાંઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં 3 બુકી ઝડપાયા હતા. અને પોલીસે 11.65 લાખ જપ્ત કર્યા હતા.
રાજકોટમાં ફરી એકવાર સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. ક્રાંઈમ બ્રાંચની તપાસમાં 5 કરોડના વ્યવહારનો ખુલાસો થયો છે. 3 સ્થળો પર ક્રાંઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં 3 બુકી ઝડપાયા હતા. અને પોલીસે 11.65 લાખ જપ્ત કર્યા હતા. ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર ID પણ હાથ લાગ્યા છે. મળતી માહિતી અનુસાર વિદેશોમાં રમાતી ક્રિકેટ મેચ પર લાઈવ જુગાર રમાડતો હોવાનું સામે આવ્યુ છે. જપ્ત કરાયેલ મોબાઈલમાં સટ્ટો રમતા અનેક નામો પોલીસને મળ્યા છે.તપાસમાં મોટાં માથાંના નામ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.
બીજી તરફ આ અગાઉ રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે માણેકવાડના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 15 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી.કુલ 26 જેટલા મોબાઇલ અને 6 વાહનો સહિત 94 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
