રાજકોટ વીડિયો : જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, આગામી 20 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી

રાજકોટ વીડિયો : જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, આગામી 20 જાન્યુઆરીએ યોજાશે ચૂંટણી

| Edited By: | Updated on: Jan 16, 2024 | 2:02 PM

રાજકોટ તાલુકાની બેઠક માટે ડૉ. એન.ડી. શીલુએ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે. પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યુ છે. તેમજ ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપ્યુ હતુ. આગામી 20 જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે.

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ડૉ. એન.ડી. શીલુએ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે. પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યુ છે. તેમજ ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપ્યુ હતુ. આગામી 20 જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે.

બીજી તરફ પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાવાના છે.અર્જુન ખાટરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કરવાની સંભાવના છે. તેમજ ખાટરિયાની સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાશે. તેમજ શારદા ધડુક, ગીતા સોમાણી, ગીતા ચાવડા, મીરા ભાલોડિયા પક્ષપલટો કરી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો