કલોલ ભાજપમાં આંતરિક વિખવાદ, 9 કોર્પોરેટરે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું, જુઓ વીડિયો
કલોલમાં રાજકારણ ગરમાયુ છે. નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં હવે ભાજપમાં એક બાદ એક 9 લોકોના રાજીનામા પડ્યા છે. ત્યારે આ મામલે વિપક્ષે પણ આક્ષેપ લગાવ્યો છે કે કોર્પોરેટરનો નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં રસ નથી પણ સત્તા મેળવવામાં રસ છે.
ગાંધીનગર: કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપી દેતા શહેરનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના કોર્પોરેટરોને માત્ર સત્તાની લાલચ છે. તેમને પ્રજાની સમસ્યામાં કોઈ રસ નથી. ત્યારે બીજી તરફ ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યાં અને કહ્યું કે ભાજપમાં કોઈ લોભ લાલચ અને હોદ્દાની હરીફાઈ નથી. પાર્ટીએ દરેકને જવાબદારી આપી છે. કોંગ્રેસની વાતમાં કોઈ તથ્ય નથી.
