સુરેન્દ્રનગર : મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરના મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે.
સુરેન્દ્રનગરના મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે ગૃહવિભાગે પાણી ચોરી કરનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આદેશ આપ્યા છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા લાચાર છે.
તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈના પાણીની ભારે સમસ્યા છે. જો સિંચાઈનું પાણી મળે તો તેમને પાણીની આ રીતે ચોરી કરવાની કોઈ જરૂર જ નથી. ત્યારે સિંચાઈનું પાણી પૂરુ પાડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર લાચાર બનેલા જગતના તાતનો અવાજ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યુ.
Published on: Jan 25, 2024 03:27 PM
