ભરૂચમાં મેઘો અનરાધાર, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

Bharuch : રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

ભરૂચમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે.મેઘરાજાની ધમાકેદાર બેંટિંગથી શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી.

છેલ્લા બે દિવસથી ભરૂચમાં(Bharuch)  મેઘ મહેર જોવા મળી રહી છે.જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરુચના સેવાશ્રમ રોડ (Sevashram Road) પર વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ઠેર ઠેર પાણી ભરાતા  લોકોને હાલાકી ભોગવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિમોન્સુન (Pre monsoon)કામગિરીના નામે દર વર્ષ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે.પરંતુ કામગિરીના અભાવે લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.

 

આ પણ વાંચો: RAJKOT : ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મોતીસર ડેમ ઓવરફ્લો થયો

આ પણ વાંચો: Jamnagar : કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાયો, શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર

Click on your DTH Provider to Add TV9 Gujarati