હિંમતનગરમાં પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ થયો, વાંચનનો રસ કેળવાય એ માટે કરાયુ આયોજન

| Updated on: Jan 10, 2024 | 8:55 PM

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં પુસ્તક પ્રદર્શન યોજવામા આવ્યુ છે. બુધવાર એટલે કે 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે આ પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ શહેરની હિંમત હાઈસ્કૂલ ખાતે કરાયો છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોનો વાંચનમાં રસ વધે અને પુસ્તકોનો પરિચય કેળવી જાણકારી મેળવે દીશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિંમતનગરની હિંમત હાઇસ્કુલમાં સ્કુલ દ્વારા પ્રથમવાર એક પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને લઈને બુધવાર થી ત્રણ દિવસ સ્કુલના બે સભાખંડમાં અલગ અલગ લેખકોના વિવિધ પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોનું પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે. સ્કુલ સમયમાં પુસ્તક પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે. આ પુસ્તક પ્રદર્શનની વિધાર્થીઓ અને શિક્ષકોનો પુસ્તકનો પરિચય થાય અને વિધાર્થીઓ પુસ્તકને જાણે તે હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું છે. હિંમત હાઇસ્કુલમાં આવેલ પુસ્તકાલયમાં 10 હજાર કરાતા વધુ પુસ્તકો છે.

વિધાર્થીઓ માટે અલગ અલગ મેગેજીન, GPSC, UPSC ના પુસ્તકો, નીટ, જેઈઈ બુક્સ અને સ્વામી વિવેકાનંદના જન્મ જયંતી નિમિતે તેમના જીવન ચરિતના 100 કરતા વધુ પુસ્તકો સાથેનું પુસ્તક પ્રદર્શનનો નવો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વિધાર્થીઓનું વાંચન ઘટવાની સામે તેઓ મોબાઈલ અને ટીવીમાં વધુ ધ્યાન અને સમય આપે છે. જેથી વિધાર્થીઓમાં વિધાર્થીઓમાં વાંચન રસ કેળવાય એ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ

વિધાર્થીઓ વાંચશે, વિચારશે તો તેની વિચારશીલતાને કારણે રાષ્ટ્રમાં સારા નાગરિકોનું નિર્માણ થઇ શકશે. ત્યારે તમામ શાળામાં પુસ્તક કબાટમાં હશે તો ક્યારે કોઈ વાચી શકાશે નહિ, પરંતુ આવો એક પુસ્તક પ્રદર્શનનો પોજેક્ટ કરવામાં આવે જેને લઈને વિધાર્થીઓને ફાયદો થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 10, 2024 08:53 PM