Gandhinagar Video : ‘અહીંના લોકોએ ક્યારેય દગો કર્યો નથી, હંમેશા પોઝિટિવ જ ખુલી મતપેટી’ કલોલમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

Gandhinagar Video : ‘અહીંના લોકોએ ક્યારેય દગો કર્યો નથી, હંમેશા પોઝિટિવ જ ખુલી મતપેટી’ કલોલમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

| Edited By: | Updated on: Oct 24, 2023 | 7:18 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમિત શાહે રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ગાંધીનગરના કલોલમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેનો DAPના કારણે ઉપજની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થશે. આ દરમિયાન અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, ઇફ્કોએ મને ઘણા વર્ષો સુધી મતો આપ્યા છે.

Gandhinagar : કલોલમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, ઇફ્કોએ મને ઘણા વર્ષો સુધી મતો આપ્યા છે. હું છેલ્લા 28 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું, પરંતુ અહીંના લોકોએ ક્યારેય દગો કર્યો નથી. જ્યારે પણ મતપેટી ખૂલી છે ત્યારે હંમેશા પોઝિટિવ જ ખૂલી છે.

આ પણ વાંચો Gandhinagar : રૂપાલના માર્ગો પર ઘીની નદીઓ વહી, હજારો શ્રદ્ધાળુઓ પલ્લી ઉત્સવમાં જોડાયા, જુઓ Video

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમિત શાહે રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ગાંધીનગરના કલોલમાં ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેનો DAPના કારણે ઉપજની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો