વડોદરામાં પોલીસ કમિશનરનો સપાટો, રાવપુરા પોલીસ મથકના 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

રાવપુરા પોલીસની બુટલેગરની દુકાનમાં પાડેલા શંકાસ્પદ દરોડા અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-2 ડીસીપીને તપાસ સોંપાઇ હતી. જેમાં દરોડામાં સામેલ 5 પોલીસ કર્મચારીઓ દોષિત જણાયા છે. અને, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 2:53 PM

વડોદરામાં (Vadodara) પોલીસ કમિશનર (Commissioner of Police)દ્વારા ફરી એકવાર મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના રાવપુરા પોલીસ (Rawapura Police)સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ (Suspended)કરવામાં આવ્યાં છે. બુટલેગરને છાવરવા મામલે ગુપ્ત તપાસ બાદ 2 ASI અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે અગાઉ કારેલીબાગ પોલીસ મથકના 3 PSI અને 87 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

રાવપુરા પોલીસની બુટલેગરની દુકાનમાં પાડેલા શંકાસ્પદ દરોડા અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-2 ડીસીપીને તપાસ સોંપાઇ હતી. જેમાં દરોડામાં સામેલ 5 પોલીસ કર્મચારીઓ દોષિત જણાયા છે. અને, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3 ફેબ્રુઆરીએ રાવપુરામાં દારૂના વેચાણની બાતમી મળતા પોલીસે હિરેન ઠક્કર બુટલેગરની ધરપકડ કરી ન હતી. અને, માત્ર 6 દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. આ બાદ પીસીબીએ દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની 16 બોટલો કબજે કરી હતી. જે મામલે રાવપુરા ડિસ્ટાફની ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. જેને પગલે ડીસીપી જયરાજસિંહ વાળાને તપાસ સોંપાઇ હતી. જેમાં 5 પોલીસ કર્મચારી દોષિત જણાયા હતા.

એલઆરડીથી માંડી એએસઆઈ સુધીના આ કર્મચારીઓનાં નામ હેડ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમદ શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શૌચાલય યોજનામાં કરોડોના કૌભાંડના આમ આદમી પાર્ટી (AAP)ના આક્ષેપો, કૌભાંડની તપાસની માગ

આ પણ વાંચો : Radhanpur: મુખ્યમંત્રીએ 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી, 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી પાણી મળશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">