વડોદરામાં બુલેટ ટ્રેન આડે આવતા સિટી સેન્ટરને તોડી પડાશે

બુલેટ ટ્રેન ( bullet train ) પ્રોજેકટની આડે આવતી વડોદરા મહાનગરપાલિકાની કરોડાના ખર્ચે તૈયાર કરેલ ઈમારત તોડી પડાશે.

  • Bipin Prajapati
  • Published On - 9:03 AM, 31 Mar 2021
વડોદરામાં બુલેટ ટ્રેન આડે આવતા સિટી સેન્ટરને તોડી પડાશે
બુલેટ ટ્રેન આડે આવતુ સિટી સેન્ટર તોડી પડાશે

વડોદરામાં બુલેટ ટ્રેન ( bullet train ) પ્રોજેકટની આડે આવતી મહાનગરપાલિકાની કરોડોની ઈમારત તોડી પડાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2017માં તૈયાર કરાયેલ સિટી ઈન્ફોર્મેશન સેન્ટર ( City Information Center ) માટે રૂપિયા 1. 42 કરોડનો ખર્ચ કરાયો હતો. સિટી ઈન્ફર્મેશન સેન્ટર, અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વચ્ચે આવતો હોવાથી મહાનગરપાલિકાએ આ ઈમારત તોડી પાડવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી ઈન્ફર્મેશન સેન્ટર દ્વારા વડોદરા અને તેની આજુબાજુના જોવાલાયક ઐતિહાસિક સ્થળ, સ્મારક સહીત અન્ય પ્રવાસન સ્થળની વિગતો દેશ વિદેશના પ્રવાસીઓને પૂરી પાડવામાં આવતી હતી. જો કે 1.42 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ ઈમારતને તોડીને અન્યત્ર ખસેડવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે વડોદરા મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. જેના આધારે વડોદરા મહાનગરપાલિકા હવે સિટી સેન્ટર માટે નવી જગ્યાની શોધખોળ કરી રહ્યું છે.

નિયમાનુસાર જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિલ્ડીંગ જમીનદોસ્ત કરાશે. વડોદરાનું નવું સિટી ઈન્ફોર્મેશન સેન્ટર ઉભુ કરવા ત્રણ વૈકલ્પિક સ્થળો હાલ વિચારાઈ રહ્યાં છે. જેમાં હાલના ઈન્ફોર્મેશન સેન્ટરની સામે જ આવેલી ધર્મશાળા,  સાયજીબાગ ખાતે અથવા તો  ન્યાય મંદિર ખાતે બનનાર સિટી મ્યુઝિયમ ખાતે સિટી સેન્ટર બનાવવામાં આવે તેવી સંભાવના છે.