ગુજરાતમાં Ahmedabad Airport મેડિકલ સ્ટોર ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્યું, મુસાફરોને મળી રહેશે સરળતાથી દવાઓ

એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને રાખીને એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરાયાની માહિતી મળી રહી છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 16, 2021 | 5:19 PM

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) દિવસેને દિવસે આધુનિક અને સુવિધા સભર બનતું જઈ રહ્યું છે. જ્યાં સમયે સમયે મુસાફરોને ધ્યાને રાખી મુસાફરોને લગતી સુવિધા ઉભી કરાય છે. જેમાં અમદાવાદ એરપોર્ટને અદાણી ગ્રુપ (Adani Group)ને સોંપ્યા બાદ મુસાફરોની સુવિધાને લઈને અનેક ફેરફાર કરાયા. ત્યારે એરપોર્ટ પર મુસાફરોને ધ્યાને રાખી વધુ એક સુવિધા શરૂ કરાઈ અને તે છે મેડિકલ સ્ટોર.

હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકોએ દવા લેવા ન તો રાહ જોવી પડશે કે ન તો બહાર જવું પડશે. કેમ કે એરપોર્ટની અંદર જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને રાખીને એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરાયાની માહિતી મળી રહી છે. જ્યાં મુસાફરો નામ આપી મોટાભાગની તમામ દવા મેળવી શકશે.

જેથી મુસાફરોને ઈમરજન્સી સમયે હેરાન થવાનો વારો ન આવે અને જરૂર પડે દવા મળી રહેતા દર્દીને રાહત મળે તેમજ જીવને અસર થતા પણ બચાવી શકાય. એટલુ જ નહીં પણ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરવાની સાથે મુસાફરોને ધ્યાને રાખી વધુ એક કામગીરી કરાઈ. જેમાં એરપોર્ટ અને મેડિકલ સ્ટોર દ્વારા એરપોર્ટ પર આવતા ટેક્ષી ડ્રાઈવર અને રીક્ષા ચાલકોને તેમજ મુસાફરોને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા. જેથી માસ્ક પહેરી અને હાથ સેનેટાઈઝ કરી ચાલક પોતે અને મુસાફર પણ પોતે સુરક્ષિત બની અન્યને સુરક્ષિત કરી શકે.

સામાન્ય રીતે વિદેશ અને મુંબઈ તેમજ દિલ્હી ખાતે એરપોર્ટ પર મેડિકલ સ્ટોર છે પણ ગુજરાતમાં કોઈ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર હોવાની માહિતી નથી મળી રહી. ત્યારે હાલમાં ગુજરાતમા અમદાવાદ એરપોર્ટ મેડિકલ સ્ટોર ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્યું છે. જે એરપોર્ટ અને અમદાવાદ માટે સારી બાબત છે. જેથી જરૂર સમયે દર્દીને દવા અને મદદ બંને મળી રહે.

આ પણ વાંચો: ટ્રાવેલ કરતા લોકો માટે ખાસ સમાચાર, વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં આ રાજ્યમાં પ્રવેશ માટે ફરજિયાત કરવો પડશે કોરોના ટેસ્ટ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">