ફાયરના નિયમો હળવા કરીને, કોવિડ કેર સેન્ટર શરૂ કરવા IMAની ભલામણ

કોરોનાના ( corona ) દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈને, ફાયર બ્રિગેડના ફાયર એનઓસીના નિયમો આંશિક હળવા કરીને વધુને વધુ કોવિડ કેર સેન્ટર ( Covid Care Center) શરૂ કરવા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની (Indian Medical Association - IMA) રાજકોટ શાખાએ જિલ્લી વહીવટીતંત્રને ભલામણ કરી છે.

| Updated on: Apr 06, 2021 | 3:36 PM

ગુજરાતમાં જે રીતે કોરોનાના (corona) દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની (Indian Medical Association – IMA) ગુજરાત શાખા પણ ચિંતિત થઈ ગઈ છે. ગુજરાતની રાજકોટ સ્થિત ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની શાખાએ આજે રાજકોટના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની રાજકોટ શાખાએ કોરોનાના કેસ ઘટે તે માટે વહીવટીતંત્રને કેટલાક સુચનો કર્યા છે.

ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની ( Indian Medical Association ) રાજકોટ શાખાએ, ફાયર બ્રિગેડ દ્વારા ઈસ્યુ કરાતા ફાયર એનઓસી (NOC)ની વર્તમાન શરતોમાં કેટલીક છુટછાટ આપીને કોવિડ કેર સેન્ટર ( Covid Care Center ) શરૂ થાય તેવા પ્રયાસો કરવા કહ્યું છે. જ્યા પણ કોવિડ કેર સેન્ટર સ્થાપી શકાય તેવી જગ્યાએ ફાયર બ્રિગેડના વર્તમાન નિતી નિયમોમાં આંશિક ઢીલ આપવી જોઈએ. આમ કરવાથી કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને ઘર કરતા કેર સેન્ટરમાં સરકારી તબીબની દેખરેખ હેઠળ સારવાર મળી રહેશે.

એક તરફ સરકારી હોય કે ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. સરકારે ઊભી કરેલી વ્યવસ્થા પણ ઓછી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં કોરોનાના દર્દીઓને, તબીબી દેખરેખ હેઠળ સઘન સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટરો ( Covid Care Center) શર કરવા અતિ આવશ્યક છે. સાથોસાથ કોરોનાના દર્દીઓને સ્થળાતર માટેના પણ જે કોઈ નીતિ નિયમો છે તેમાં આંશિક રાહત આપવા જોઈએ તેવી રજૂઆત ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની ( Indian Medical Association ) રાજકોટ શાખાએ રાજકોટના વહીવટીતંત્રને કરી છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">