Vadodara : ડભોઇના ભીમપુરામાં રેતીનું ખનન, બેફામ ભૂમાફિયાઓ પર ખાણ-ખનીજ વિભાગના દરોડા, જુઓ Video
વડોદરા ડભોઇના ભીમપુરા ગામે રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને ખાણ-ખનીજ વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. જે દરમ્યાન આ કાર્યવાહી આવી છે. ભૂમાફિયાઓ બેફામ બની ઓરસંગ નદીમાં સફેદ રેતીનું ખનન કરતા હોવાની બાતમી મળી હતી. જેને આધારે ખાણ- ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. જે કાયવાહીમાં 1 JCB, 2 ટ્રક અને એક ટ્રેક્ટર પોલીસે ઝડપી લીધા. ગેરકાયદે ખનન કરતાં લોકો પર પોલીસને સાથે રાખી આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરાના ડભોઇ ખાતે આવેલા ભીમપુરા ગામે સફેદ રેતીનું ખનન ઝડપાયું છે. ખાણ-ખનીજ વિભાગને જાણ થતા ચાલુ રેતી ખનન પર દરોડા પાડ્યા. મહત્વનુ છે કે ભૂમાફિયાઓ ઓરસંગ નદીમાંથી સફેદ રેતી ચોરીને લઇ જતા હતા. ત્યારે ખાણ-ખનીજ વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા.
આ પણ વાંચો : Vadodara: હરણી વિસ્તારમાં ગરબા રમતા હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, જુઓ Video
સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતા 1 JCB, 2 ટ્રક અને એક ટ્રેક્ટર પોલીસે ઝડપી લીધા છે. પોલીસે વાહનોમાં ભરેલી રેતી પણ જપ્ત કરી લીધી છે. રેતી ખનનમાં કોણ સામેલ છે અને ક્યારથી ખનન થઇ રહ્યું છે. સાથે જ આરોપીઓ કોણ છે, તે અંગે પોલીસ ખુલાસા બાદ જ હકીકત સામે આવશે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
