CID ક્રાઈમની તપાસમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મામલામાં વધુ ખુલાસા સામે આવ્યા, જુઓ
ગુજરાતીઓ દ્વારા અમેરિકા ઘુસણખોરી કરવા જવાનમા મામલે CID ક્રાઈમની તપાસ તેજ ચાલી રહી છે. આ દરમિયાન તપાસમાં અનેક ખુલાસાઓ સામે આવતા જઈ રહ્યા છે. ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવા માટેનો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં 66 ગુજરાતીઓ કબૂતરબાજીથી અમેરિકા પહોંચવાના હોવાનું સામે આવ્યુ છે.
ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નિકળેલા 66 ગુજરાતીઓ સહિકના મુસાફરોના વિમાનને ફ્રાન્સમાં રોકી દેવામાં આવ્યું હતુ. ફ્રાન્સને માનવ તસ્કરી હોવાની આશંકા જવાને પગલે તપાસ શરુ થઈ હતી. બાદમાં મુસાફરોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. એટલે કે ભારત પરત મોકલ્યા હતા. જેમાંથી 66 મુસાફરો ગુજરાતી હોવાનું સામે આવ્યુ છે. જે મુસાફરો અમેરિકા ગેરકાયદેસર રીતે જનાર હતા, પરંતુ તેમને નસીબ વતન પરત લઈ આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
અમેરિકામાં ઘૂસવા માટે પ્લાનિંગસર આયોજન ઘડવામાં આવ્યુ હતુ અને જેમાં તપાસમાં ખુલ્યું છે કે, અલગ અલગ કારણો દર્શાવીને રસ્તાઓ અપનાવ્યા હતા. કોઈને લવ અફેરનો મામલો હતો તો, વળી કોઈને ખાલીસ્તાની સમર્થકનો મામલો હતો. આમ અલગ અલગ કારણો સાથે અમેરિકા પહોંચવા માટે પ્રયાસો કર્યા હતા. હાલ તો જોકે પોલીસે તપાસ જારી રાખી છે.
