કબૂતરબાજી કેસઃ કોણ લઈ જતુ હતુ દુબઈથી નિકારગુઆ? સામે આવ્યુ ગુજરાતી એજન્ટનું નામ
કબૂતરબાજી કેસમાં પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીઆઈડી ક્રાઈમે તપાસ શરુ કરી છે અને જેમાં કેટલાક ખુલાસા સામે આવ્યા છે. જેમાં જયેશ પટેલ કબૂતરબાજી પ્રકરણમાં મુસાફરોને નિકારગુઆ લઈ જવાની વ્યવસ્થા કરતો હતો. આ મામલે તપાસમાં જયેશ પટેલને લઈ જાણકારી સીઆઈડી ક્રાઈમને મળી છે અને તે વલસાડનો એજન્ટ છે.
સીઆઈડી ક્રાઈમ દ્વારા કબૂતરબાજીને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. સીઆઈડી દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં આરોપી એજન્ટોને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે એક બાદ એક કડીઓ અને પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં એજન્ટ જયેશ પટેલને લઈ કેટલીક વિગતો તપાસ ટીમ સમક્ષ આવી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA
સામે આવેલી વિગતો મુજબ એજન્ટ જયેશ પટેલ દુબઈથી મુસાફરોને નિકારગુઆ લઈ જવા માટેની વ્યવસ્થા કરતો હતો. જે વિગતોને લઈ હવે સીઆઈડી ક્રાઈમે આ અંગેના પૂરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં તપાસની ટીમોએ તપાસ વલસાડમાં શરુ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 14, 2024 05:34 PM
