Gandhinagar: ICICI બેંકનો મેનેજર દાગીના લઈને છુમંતર, ગીરવે મૂકેલા 20.50 લાખના દાગીના થયા ગાયબ

બેંકમાંથી ગોલ્ડ લોન લેનાર ગ્રાહકો માટે ચેતવણી રૂપ કિસ્સો દહેગામમાંથી સામે આવ્યો છે. ICICI બેંકનો મેનેજર દિપક સોની દાગીના લઈને છુમંતર થતા હવે ગોલ્ડ લોન લેનારા ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 6:18 PM

Gandhinagar: બેંકમાંથી ગોલ્ડ લોન (Gold loan) લેનાર ગ્રાહકો માટે ચેતવણી રૂપ કિસ્સો દહેગામમાંથી સામે આવ્યો છે. ICICI બેંકનો મેનેજર દિપક સોની દાગીના લઈને છુમંતર થતા હવે ગોલ્ડ લોન લેનારા ભરાયા છે. સાત ગ્રાહકોએ ગોલ્ડ લોન લેવા મુકેલા રૂપિયા 20.50 લાખની કિંમતનું સોનું બેંકમાંથી ગાયબ થયું છે. આ સોનુ ગાયબ કરવા પાછળ ડેપ્યુટી મેનેજર દિપક સોનીનો હાથ હોવા અંગે બેંકના મેનેજર સંદીપ ગુપ્તાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોનું ગાયબ કર્યા પછી બેંકના ડેપ્યુટી મેનેજરે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે. ડેપ્યુટી મેનેજર દેવામાં ફસાઈ ગયો હોવાની વાતોએ વેગ પકડ્યો છે. બેંક દ્વારા ઓડિટ કરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.

 કે.રાજેશના વિશ્વાસુ રફિક મેમણની સુરતથી કરાઈ ધરપકડ

ગુજરાત કેડરના વધુ એક IAS પર CBIએ ગાળ્યો કસ્યો છે. સુરતમાં DDO અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS કનકપતિ રાજેશ પર જમીન સોદા કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરપયોગનો આરોપ લાગ્યો છે. IAS અધિકારી પર લાંચનો આરોપ લાગતા CBIએ કે.રાજેશને ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતોનુસાર CBIની ટીમોએ ગાંધીનગર, સુરત, અને સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. સાથે જ તેઓના વતન ખાતે પણ CBIની એક ટીમે તપાસ શરૂ કરી છે. તો કે.રાજેશના વિશ્વાસુ ગણાતા રફિક મેમણની પણ CBIએ સુરતથી ધરપકડ કરીને ગાંધીનગર લવાયો છે. CBIની ટીમોએ રફિકની સૈયદપુરા સ્થિત દુકાને તપાસ હાથ ધરી હતી. સાથે જ તેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">