Rajkot Breaking News : વીરપુરમાં તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિએ કરી હત્યા, આરોપી ફરાર, જુઓ Vdieo
રાજકોટના વીરપુરમાં ગઈ કાલે રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. રાજકોટના વીરપુરની તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપ પ્રમુખના પતિ રાજેશ ઉર્ફે રાજુ બારૈયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર રાજુ બારૈયાની કારમાં મૃતકનું અપહરણ કરી વાડીએ લઈ ગયા હતા. જેમાં 9 લોકોએ બેઝબોલના ધોકા, પાઇપ વડે મારમારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે.
Rajkot : રાજકોટના વીરપુરમાં ગઈ કાલે રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. રાજકોટના વીરપુરની તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપ પ્રમુખના પતિ રાજેશ ઉર્ફે રાજુ બારૈયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર રાજુ બારૈયાની કારમાં મૃતકનું અપહરણ કરી વાડીએ લઈ ગયા હતા. જેમાં 9 લોકોએ બેઝબોલના ધોકા, પાઇપ વડે મારમારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : Rajkot: હાર્ટએટેકના કેસ વધતા DEOની શાળાના આચાર્યોને તાકીદ, બાળકો પાસે બળપૂર્વક ન કરાવો કામ-Video
હિતેન ઉર્ફે હિતેશ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું છે. આરોપી રાજુ બારૈયા અને મૃતક હિતેન બારૈયા કૌટુંબિક ભત્રીજો થતો હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપી રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થ રાજકોટ સિવીલમાં ખસેડવામાં આવ્યુ છે.
હત્યાના બનાવમાં પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે. મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા ફરાર થયા છે.આ સમગ્ર ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથધરી છે.