Sabarkantha: અડધી રાત્રીએ પતિએ પીયરમાં રહેલી પત્નીને Video Call કરી મરવા મજબૂર કરી, 30 ગોળીઓ ખાઈ લીધી

| Updated on: Oct 21, 2023 | 8:27 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની યુવતીએ પોતાના સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જે વિગતો રજૂ કરી છે, એ ચોંકાવનારી છે. પતિએ પીયરમાં રહેલી પોતાની પત્નિને અડધી રાત્રીના બે વાગ્યે વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ કરીને સાથે મોત પસંદ કરવા માટેની વાતો કરીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણ આપ્યુ હતુ. સદનસીબે સમયે સારવાર મળતા યુવતીનુ જીવન બચી જવા પામ્યુ હતુ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની યુવતીએ પોતાના સાસુ, સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જે વિગતો રજૂ કરી છે, એ ચોંકાવનારી છે. પતિએ પીયરમાં રહેલી પોતાની પત્નિને અડધી રાત્રીના બે વાગ્યે વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ કરીને સાથે મોત પસંદ કરવા માટેની વાતો કરીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણ આપ્યુ હતુ. પરિણીતાએ વીડિયો કોલ ચાલુ હોવા દરમિયાન જ પોતાની ખેંચની દવાની 30 જેટલી ગોળીઓને ખાઈ લીધી હતી. જેને લઈ તેની તબીયત લથડી હતી અને જીવન મરણ વચ્ચેની સ્થિતિમાં આવી ચૂકી હતી. સદનસીબે સમયે સારવાર મળતા યુવતીનુ જીવન બચી જવા પામ્યુ હતુ.

આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video

યુવતીની તબિયત ઠીક થતા તેણે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના નાના નરોડા વિસ્તારમાં આવેલ મીલેનિયમ હાઈટ્સમાં રહેતા મનોહર નાનકરામ ખેમાણી, નાનકરામ શ્યામલાલ ખેમાણી અને જયાબેન ખેમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાના પતિ અને સાસરીયા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પતિ અને પત્નિ ગત જાન્યુઆરી માસથી અલગ રહેતા હતા. યુવતી પર સાસરીયાઓ ત્રાસ ગુજારતા આખરે તે પીયરમા પોતાના 8 વર્ષના પુત્ર સાથે અલગ રહેવા લાગી હતી. ત્યારબાદ સમાધાનના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 08:27 PM