ઊંઝા-ઉમિયા મંદિરમાં ચૈત્રી પૂનમની ઉજવણી, વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ

મહેસાણાના ઊંઝા ઉમિયા મંદિરમાં(Umiya Temple) ચૈત્રી પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 11:15 PM

આજે ચૈત્રી પૂનમની (chaitri poonam)ગુજરાતના મંદિરોમાં ઠેરઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ત્યારે મહેસાણાના(Mehsana) ઊંઝા (Unza) ઉમિયા મંદિરમાં(Umiya Temple) ચૈત્રી પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘો લઈ ઉમિયાધામ પહોંચ્યા હતા. ચૈત્રી પૂનમને લઈ ઉમિયા માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના બે વર્ષ બાદ  મોટી સંખ્યામાં ભક્તો મા ઉમિયાના દર્શને ઉમટ્યા હતાં.

ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં યોજાયો મેળો

આજે ચૈત્રી પૂનમને લઇ ખેડબ્રહ્મામાં પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતાં. ખેડબ્રહ્મામાં આજે  ચૈત્રી પૂનમને લઇ માતાજીને કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના બે વર્ષ બાદ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં બે વર્ષ પછી મેળો યોજાયો ગતો.જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બહુચરાજીમાં ચૈત્રી પૂનમની ધામધુમ પૂર્વક ઉજવણી 

બહુચરાજીમાં ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આજે મહેસાણાના બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી જ માંઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પગપાળ તેમજ સંઘ લઈને ભક્તો માતાજીના દરબારમાં પોંચ્યા હતં. આમ બે વર્ષ બાદ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અહીંયા પણ કોરોનાને લઈ બે વર્ષથી ચૈત્રી પૂનમનો મેળો બંધ રહ્યો હતો.

આ પણ વાંચો :IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

આ પણ વાંચો :બહુચરાજીમાં ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, શક્તિ,ભક્તિ અને ભોજનનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">