અયોધ્યામાં રામ મંદિરના સિંહદ્વાર પર ગુજરાતના ડબગર સમાજે તૈયાર કરેલુ 500 કિલોનું વિશાળ નગારુ વધારશે શોભા- જુઓ વીડિયો
અમદાવાદમાં દરિયાપુરના ડબગર સમાજે રામમંદિર માટે વિશેષ 500 કિલોનું નગારુ તૈયાર કર્યુ છે. જે રામ મંદિરમાં સિંહદ્વાર પર શોભા વધારશે. આ નગારાને સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજનવિધિ કરી અયોધ્યા મોકલવા માટે ફ્લેગ ઓફ કર્યુ છે. એ પહેલા સ્વામીનારાયણના સંતોએ પણ તેની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજનવિધિ કરી હતી.
અયોધ્યામાં કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિર ટૂંક સમયમાં જ બનીને તૈયાર થઈ જશે. આ રામમંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહ દ્વાર પર અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલુ 500 કિલોનું નગારુ મુકવામાં આવનાર છે. અમદાવાદથી આજે આ નગારુ, અને ધ્વજદંડની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રામમંદિરમાં પ્રસ્થાપિત થનારા આ નગારાની સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજનવિધિ કરી હતી. આ ઉપરાંત 500 કિલોના વિશાળ નગારા પર સ્વામીનારાયણના સંતોએ શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી પુષ્પ, કંકુ અને અક્ષતથી પૂજનવિધિ કરવામાં આવી હતી.
ડબગર સમાજ દ્વારા 56 ઇંચના સોનાના વરખ સાથેનું વિશાળ અને કલાત્મક નગારું તૈયાર કરવામાં આવ્યું છે. જે શહેરના દરિયાપુર ખાતે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા પૂજનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ 1 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નગારા પર હાથ અજમાવ્યો હતો અને હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધો હતો. આ નગારાને બનાવવામાં 15 લાખનો ખર્ચ થયો છે.
દેશ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
