અરવલ્લીઃ ભિલોડામાં ગેસ સિલિન્ડર લીકેજ થતા ઘરમાં આગ લાગી, ફાયર ટીમે તુરત પહોંચી કાબૂ મેળવ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાને લઈ આગ પ્રસરી હતી. ઘટનાને પગલે મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગને વધારે પ્રસરતી ફાયર ટીમે ત્વરીત સફળતા મેળવી લેતા મોટી રાહત સર્જાઈ હતી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે મોટી ઘટના ટળી હતી. સમયસર ફાયર બ્રિગેડની ટીમ દોડી પહોંચતા આગને વધારે મોટું સ્વરુપ બનતા અગાઉ જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. મોડાસા ફાયર બ્રિગેડની ટીમને આ અંગેની જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. આગ નિયંત્રણ હેઠળની સ્થિતીમાં જ પ્રસરી હોવાને લઈ તુરત તેને કાબુમાં લઈ બુઝાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!
ગેસ સિલિન્ડરને ઘરમાંથી બહાર નિકાળી લેવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી. આગ પ્રસરવા લાગતા જ ઘરમાં રહેલા સદસ્યો તુરત જ ઘરની બહાર દોડી ગયા હતા. ગેસ એજન્સીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

