દેશના મોરચે સુરત શહેરનો ડંકો, ભારતીય નૌકાદળમાં INS SURATને જોડી દેવાતા દુશ્મન થરથર કાંપશે !

Surat : આ યુદ્ધ જહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી અને 250 નૌસૈનિક રહી શકે છે. INS સુરત એક વખતમાં 7400 કિલોમીટરની યાત્રા કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 7:58 AM

INS Surat : આજે ભારતીય નૌસેના (Indian Navy) વધુ શક્તિશાળી બનશે, કારણ કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Defense Minister Rajnath Singh)  INS સુરતને આજે ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.તમને જણાવી દઈએ કે, સંરક્ષણ પ્રધાન આજે મુંબઇના મઝગાંવ ડોકયાર્ડથી આ નવા વિધ્વંસકને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.આ યુદ્ધજહાજનું નામ સુરત શહેરના(Surat City)  નામ પર INS સુરત રાખવામાં આવ્યું છે.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ આ યુદ્ધજહાજને દેશના પૂર્વી તટ પર વિશાખાપટ્ટનમમાં તહેનાત કરવામાં આવશે. મહત્વનું છે કે, સુરત છેલ્લા કેટલાક વર્ષોથી કોસ્ટ ગાર્ડ માટે જહાજ અને બોટનું નિર્માણ કરી રહ્યું છે.

INS સુરત વિશાખાપટ્ટનમ ક્લાસ વિનાશક સીરિઝનું અંતિમ વિનાશક

હવે જો INS સુરતની ખાસિયતની વાત કરીએ તો, INS સુરત વિશાખાપટ્ટનમ ક્લાસ વિનાશક સીરિઝનું અંતિમ વિનાશક છે. જે 7400 ટનનું છે. જેની લંબાઇ 163 મીટર અને ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની હશે.આ યુદ્ધજહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી અને 250 નૌસૈનિક રહી શકે છે. INS સુરત એક વખતમાં 7400 કિલોમીટરની યાત્રા કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. INS સુરત પર બરાક, બ્રહ્મોસ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિત અનેક અત્યાધુનિક હથિયારો તહેનાત કરી શકાય છે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">