AAP ના નેતાઓના પ્રવાસનો ખર્ચ કોણ ઉઠાવે છે…..? કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો કટાક્ષ

ગૃહ પ્રધાન હર્ષસંઘવીએ AAP રાષ્ટ્રીય સંયોજક પર નિશાન સાધતા એક ટ્વિટને તેમણે રિટ્વિટ કર્યું છે. તેમાં લખવામાં આવ્યુ છે કે, અરવિંદ કેજરીવાલ પ્રાઈવેટ જેટમાં ગુજરાત આવે છે, તો તેમનો પ્રવાસ ખર્ચ કોણ ઉઠાવે છે...?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:29 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election) પડઘમ વાગી રહ્યા છે. જેને લઇને રાજકીય પક્ષોના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. દિલ્લીના મુખ્યપ્રધાન અને AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) પણ ગુજરાતની અવારનવાર મુલાકાતે આવે છે. ત્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (harsh sanghavi) AAP રાષ્ટ્રીય સંયોજક પર નિશાન સાધતા એક ટ્વિટને તેમણે રિટ્વિટ કર્યું છે. તેમાં લખવામાં આવ્યુ છે કે, અરવિંદ કેજરીવાલ પ્રાઈવેટ જેટમાં ગુજરાત આવે છે, તો તેમનો પ્રવાસ ખર્ચ કોણ ઉઠાવે છે…?

કેજરીવાલનો ગુજરાતની પ્રજાને વધુ એક વાયદો

વડોદરામાં આવેલા કેજરીવાલે પ્રજાને વધુ એક વાયદો કર્યો. કોંગ્રેસ (COngress) બાદ આમ આદમી પાર્ટીએ (Aam Admi party) પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન (Protest)  કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">