કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ-ગાંધીનગરમાં મનાવશે ઉત્તરાયણ, જુઓ વીડિયો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ-ગાંધીનગરમાં મનાવશે ઉત્તરાયણ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 10:02 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદ-ગાંધીનગરમાં મનાવશે. અમિત શાહ સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પતંગ ચગાવશે. અમદાવાદમાં બે જગ્યાએ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદ-ગાંધીનગરમાં મનાવશે. અમિત શાહ સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પતંગ ચગાવશે. અમદાવાદમાં બે જગ્યાએ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. આજે સવારે 10.30 કલાકે અમિત શાહ વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે 5 વાગ્યે અમદાવાદમાં સાબરમતી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.

અમતિ શાહ 15 જાન્યુઆરીના રોજ દિયોદરમાં યોજાનાર વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સોમવારના રોજ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હશે અને જ્યાં પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધી અને વિકાસ અંગેના વિવિધ કાર્યોની શરુઆત કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો