અયોધ્યા રામ મંદિરના મહોત્સવના દિવસે હિંમતનગર માર્કેટયાર્ડ બંધ રખાશે, ખેડૂતોને કરાઈ અપીલ
અયોધ્યા રામ મંદિર મહોત્સને લઈ માહોલ ઉત્સાહ પૂર્વકનો છવાયો છે. દેશભરમાં માહોલ રામમય બન્યો છે. હિન્દૂ ધર્મના દરેક ઘરે અક્ષત આમંત્રણ પહોંચ્યા બાદ રામ મંદિરના મહોત્સવને લઈ માહોલ ખૂબ જ જબરદસ્ત છવાયો છે. આ દરમિયાન હવે સ્થાનિક સ્તરે પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. હિંમતનગરમાં વેપારીઓએ માર્કેટયાર્ડ બંધ રાખવાનો આ દિવસે નિર્ણય કર્યો છે.
હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈ માહોલ ધાર્મિક બન્યો છે. ચારેય બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આ માટે લોકો મોટી સંખ્યામાં જોડાશે. જેમાં જોડાવવા માટે અને આ ખૂબજ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
આગામી 22 જાન્યુઆરી એટલે કે આગામી સોમવારે હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટને બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ કર્યો છે. આ દિવસે હરાજીની પ્રક્રિયા બંધ રહેનારી છે. જેથી વેપારીઓએ ખેડૂતોને ખેત પેદાશો આ દિવસે નહીં લાવવા માટે અપીલ કરી છે. આમ ખેડૂતો પણ આ દિવસે ભક્તિમય માહોલમાં જોડાઈ જશે અને પોતા ગ્રામ્ય વિસ્તારમાં પણ આનંદ ઉત્સાહથી આ અવસરનો હિસ્સો બનશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

