Sabarkantha: હિંમતનગર શહેર ભાજપના મહામંત્રીએ અચાનક રાજીનામુ ધરી દીધુ, આંતરીક વિવાદનુ કારણ!

| Updated on: Oct 18, 2023 | 9:31 PM

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં એકાએક જ ગરમાવો આવ્યો છે. ભાજપમાં એકાદ બે હોદ્દેદારોની ખટપટ હોવાના વિવાદની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. આ દરમિયાન જ હવે એકાએક જ હિંમતનગર શહેર ભાજપના મહામંત્રી બંટીભાઈ મહેતાએ રાજીનામુ ધરી દીધુ છે. તેઓએ આ માટેનુ કારણ વ્યક્તિગત કારણ હોવાનુ દર્શાવ્યુ હતુ.

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં એકા એક જ ગરમાવો આવ્યો છે. ભાજપમાં એકાદ બે હોદ્દેદારોની ખટપટ હોવાના વિવાદની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. આ દરમિયાન જ હવે એકાએક જ હિંમતનગર શહેર ભાજપના મહામંત્રી બંટીભાઈ મહેતાએ રાજીનામુ ધરી દીધુ છે. તેઓએ આ માટેનુ કારણ વ્યક્તિગત કારણ હોવાનુ દર્શાવ્યુ હતુ. સાથે જ તેઓએ ભાજપના સંનિષ્ઠ કાર્યકર તરીકે હરહંમેશ સેવામાં વ્યસ્ત રહેવાની વાત રાજીનામુ ધરીને કરી હતી. પાલિકામાં સમિતિઓમાં નિમણૂંક બાદ તુરત જ રાજીનામાને લઈ અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. આ માટે સંગઠનના જ એક હોદ્દેદારની ખટપટ સામે સોંય તકાઈ રહ્યાની ચર્ચા થવા લાગી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video

અંગત વ્યસ્તતા વધારે હોવાને લઈ રાજીનામુ આપ્યુ હોવાની વાત કરવા સાથે ટેલીફોનિક વાતમાં બતાવ્યુ હતુ કે, પક્ષ એક પરિવાર છે અને જવાબદારીને હવે અંગત કારણથી છોડવા રાજીનામુ આપ્યુ છે. જોકે બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણી બાદથી આંતરીક વિવાદ સળગવા લાગ્યો હતો. જેમાં એકાદ બે હોદ્દેદારોને લઈ વિવાદ વકરવા લાગ્યો હતો. જેને લઈ મહામંત્રી પહેલા પ્રમુખે પણ રાજીનામુ ધર્યાની વાત ચર્ચામાં આવી હતી. જોકે મામલો જિલ્લા ભાજપ પ્રમુખ અને અગ્રણી હોદ્દેદારોએ થાળે પાડી લીધો હતો. હવે મહામંત્રીએ પણ રાજીનામુ ધરતા પ્રમુખ કનુભાઈ પટેલ અને ધારાસભ્ય દ્વારા બંટી મહેતા સાથે ચર્ચા કરી હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 18, 2023 09:29 PM