Gujarati Video : ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટ જૂનાગઢ મનપાને ફટકારી નોટિસ , જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 2:20 PM

સરકારે હાઈકોર્ટે ઠપકો આપતા કહ્યું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા હાઈકોર્ટે આદેશ કરવામાં આવ્યો છે. સરકારે હાઈકોર્ટને ઠપકો આપતા કહ્યું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.

આ પણ વાંચો : ગુજરાતી વિડીયો : જૂનાગઢના મેંદરડામાં સૂર્યોદય યોજના માત્ર કાગળ પર, દિવસે વીજળી આપવાની માંગ

હાઇકોર્ટે ચીફ સેક્રેટરી, જૂનાગઢ મનપા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ ફટકારી છે. આ કેસમાં હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ હતી.જેમાં પ્રાકૃતિક સ્થળો પર પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકીને કારણે નુકસાન થતુ હોવાની રજૂઆત કરાઈ હતી. જેમાં ગિરનાર પરના અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી હોવાની રજૂઆત કરાઈ હતી. તેને તાત્કાલીક ધોરણે ગંદકી દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati