દરિયો કે જહાજ નથી છતાં મહેસાણામાં ચાલે છે મરીન ટેકનોલોજીનો હાઇટેક અભ્યાસ, જુઓ
દરિયો નથી છતાં પણ જહાજ ચલાવતા શીખવાડવામાં આવી રહ્યુ છે, જહાજ નથી છતાં પણ તેને શીખવામાં આવી રહ્યુ છે. આ બંને લાઈન વાંચીને આશ્ચર્ય જરુર થયું હશે, પરંતુ વાત સાચી છે. મહેસાણામાં જ્યાં દરિયો જ નથી ત્યાં જહાજને શીખવવાનો કોર્ષ ચાલે છે અને તેના માટે તાલીમ લેનારાઓ પણ અહીં ઉપસ્થિત છે.
મહેસાણામાં એક વિસ્તારમાં તમને જહાજના કેપ્ટન અને કર્મચારીઓ જેવા યુનિફોર્મ પહેરીને ફરતા યુવાનોને જોઈને તમને આશ્ચર્ય સર્જાશે. પણ નવાઈ આટલે થી અટકતી નથી. મહેસાણામાં દરિયો નથી અને દરિયાઈ જહાજ પણ નથી આમ છતાં પણ અહીં દરિયાઈ જહાજ અંગેનો અભ્યાસ અને તાલીમ ચાલે છે. આ માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ
દરિયામાં જે પ્રકારનો અનુભવ થતો હોય છે, તે જ અહેસાસ સાથે અહીં તાલીમ મળી રહી છે. અહીં ઇંગ્લિશ ચેનલથી લઈને દુનિયાના મોટાભાગના દરિયાઈ વિસ્તારના અનુભવ અદ્યતન ટેકનોલોજી સાથે મળી રહે છે. ગુજરાતમાં આ પ્રકારનો સૌપ્રથમ વાર આ પ્રકારનો અભ્યાસ ક્રમ શરુ થયો છે. મરીન ટેકનોલોજીનો હાઇટેક અભ્યાસ મહેસાણાં શરુ કરાયો છે અને આ માટે સાડા ત્રણેક કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
