આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કઈ તારીખ પછી મેઘરાજા બોલાવશે ધડબડાટી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ અરવલ્લી, મહિસાગર, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને સૌથી મોટી આગાહી કરી છે. અંબાલાલનો દાવો છે કે રાજ્યમાં 23 તારીખ બાદ વરસાદનું જોર વધશે. તેમજ અનેક ઠેંકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવશે. આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતૂર બનશે.