Surat : છઠ પૂજા અને દિવાળીને લીધે વતને જવા મુસાફરોનો ધસારો, પોલીસ દ્વારા ડ્રોનથી કરાઈ રહ્યું છે સતત મોનિટરિંગ, જુઓ Video

Surat : છઠ પૂજા અને દિવાળીને લીધે વતને જવા મુસાફરોનો ધસારો, પોલીસ દ્વારા ડ્રોનથી કરાઈ રહ્યું છે સતત મોનિટરિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 14, 2025 | 2:54 PM

દિવાળીના તહેવારને લઈને વતન પરત ફરતા પરપ્રાંતિય મુસાફરોને કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. આગામી સમયમાં છઠ પૂજા અને દિવાળઈને લીધે વતને જવા મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.

દિવાળીના તહેવારને લઈને વતન પરત ફરતા પરપ્રાંતિય મુસાફરોને કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. આગામી સમયમાં છઠ પૂજા અને દિવાળીને લીધે વતને જવા મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને પગલે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે. સુરત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવ્યો છે. ક્યાંય પણ વધુ ભીડ થાય તો ડ્રોનથી માહિતી મેળવાય છે. ભીડ જણાતા જ પોલીસ મોકલી સ્થિતિને કાબૂમાં લેવાય છે.

દર વર્ષે દિવાળીના સમયે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સુરત પોલીસ એક્શનમાં છે. ભીડ પર કાબૂ મેળવવા ડ્રોન ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે.

બીજી તરફ સુરતના ચૌટા બજારમાં ભીડ વચ્ચે ચોરીના બનાવો અટકવવા માટે પોલીસે સઘન ચેકિંગ અને લોકોને જાગૃત કરવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ ચેકિંગ દરમિયાન જ એક મહિલાનું પાકીટ ચોરાઈ જવાની ઘટના બની, જેનાથી બજારમાં ગભરાટ ફેલાયો હતો. ચોરીનો ભોગ બનેલી મહિલાએ પોલીસ સમક્ષ પહોંચીને ચોધાર આંસુએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે મારા પર્સમાં ભારે મહેનત કરીને ભેગા કરેલા 10 હજાર રૂપિયા અને 35 હજારનો ફોન હતો. પોલીસે મહિલાને સાંત્વના આપીને બીજા ગ્રાહકો આવી ઘટનાનો ભોગ ન બને તે માટે માર્ગદર્શન આપ્યું હતુ. પોલીસે કંઈ રીતે ચોરી થાય છે તેનો ડેમો રજૂ કરીને લોકોને જાગૃત કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો