Dahod: લીમડી, કારઠ, ટાંડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી

ચોમાસાની શરુઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત પર પણ પોતાની કૃપા ઉતારી છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદ નોંધ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 7:51 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. આ સાથે જ મધ્યગુજરાતમાં દાહોદ (Dahod) અને તેની આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવવાનું શરુ કર્યુ છે. દાહોદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ (Rain) પડ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

લીમડી પંથકમાં વરસાદ

ચોમાસાની શરુઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત પર પણ પોતાની કૃપા ઉતારી છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં લીમડી પંથકમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

લીમડી, કારઠ, ટાંડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દમેળા, દેપાડા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ દાહોદ જિલ્લામાં ઠંડક ફેલાઇ છે. તો અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.

હજુ પણ વરસાદ પડવાની શક્યતા

મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદ ઉપરાંત કચ્છ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર, દાહોદ તેમજ સુરત, તાપી અને નર્મદામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ રહેશે. વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">